સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં હૈદરાબાદમાં બીજી મેચ રોમાંચ સાથે થોડી નિરાશા લઈને આવી હતી. જ્યાં પહેલા ભોજપુરી દબંગ્સે મેચ જીતી લીધી તો બીજી મેચ વરસાદના કારણે પૂરી થઈ શકી નહોતી. તેવમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવેલી હસીનાઓને પણ નિરાશા હાથ લાગી હતી.
લીગના બીજા રાઉન્ડમાં હૈદરાબાદના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ રાઈનોઝ અને કર્ણાટક બુલ્ડોઝર્સ વચ્ચે મેચ રમાવાની હતી. મેચમાં હજી છ ઓવર જ થઈ હતી ત્યાં વરસાદ શરૂ થયો હતો.
આ કમોસમી વરસાદે ખેલાડીઓ, પ્રેક્ષકો અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આવેલી અભિનેત્રીઓનો પણ નિરાશ કરી દીધા હતા. ચેન્નાઈની ટીમ પ્રથમ મેચ હારી ગઈ હતી અને કર્ણાટક આ મેચ જીતીને સેમિફાઈનલ માટે પોતાની દાવેદારી મજબૂત કરવા ઈચ્છતું હતું.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રીતે થઈ હતી મેચની શરૂઆત અને કેવી રીતે હાથ લાગી નિરાશા.......