Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

રફેલ નાદાલ માંડ માંડ જીત્યો

 
Source: Agency, New York   |   Last Updated 12:39 AM [IST](02/09/2010)
 
 
 
 
 
યુએસ ઓપન સ્ટાર ખેલાડીઓમાં જોકોવિચ, જાન્કોવિચ, શારાપોવા અને કુઝનેત્સોવાની આગેકૂચ જારી રહી

વિશ્વના પ્રથમ ક્રમાંકિત રફેલ નાદાલે વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટના સંઘર્ષપૂર્ણ પ્રથમ રાઉન્ડમાં ભારે મહેનત કર્યા બાદ વિજય મેળવ્યો હતો.

બીજી તરફ સર્બિયાના નોવાક જોકોવિચ, જેલેના જાન્કોવિચ, વેરા ઝેવોનારેવાએ પોતપોતાના મુકાબલા જીતીને પોતાની આગેકૂચ જારી રાખી હતી.

આર્થર એશ સેન્ટર કોર્ટ ખાતે ફ્લડ લાઇટમાં રમનાર નાદાલે લગભગ ત્રણ કલાકનો સંઘર્ષ કર્યા બાદ રશિયાના તેમુરાઝ ગાબાશવિલી સામે ૭-૬ (૭/૪), ૭-૬ (૭/૪), ૬-૩થી વિજય મેળવ્યો હતો.

દિવસ દરમિયાનની મેચો વખતે અસહ્ય ગરમીના કારણે ખેલાડીઓને આઈસપેકનો ઉપયોગ કરવો પડ્યો હતો. નાદાલ ન્યૂયોર્કમાં પોતાના ગ્રાન્ડસ્લેમ કરીયરને પૂરી કરવાના પ્રયાસમાં છે અનેજો તે આ ટૂનૉમેન્ટ જીતશે તો આ સિદ્ધિ મેળવનાર ટેનિસ ઈતિહાસનો સાતમો ખેલાડી બની જશે.

ત્રીજા ક્રમાંકિત નોવાક જોકોવિચે બે સેટમાં પાછળ રહ્યા બાદ પોતાના જ દેશના વિક્ટર ટ્રોકચી સામે ૬-૩, ૩-૬, ૨-૬, ૭-૫, ૬-૩થી વિજય મેળવ્યો હતો. જોકોવિચ આ ગ્રાન્ડસ્લેમમાં વધુ એક વખત વિક્ટર સામે હારશે તેમ લાગતું હતું.

વિકટરે બીજા અને ત્રીજા સેટને જીત્યા બાદ ચોથા સેટમાં ૩-૧ની સરસાઈ મેળવી લીધી હતી પરંતુ જોકોવિચે વળતો પ્રહાર કરીને છઠ્ઠી ગેમ સુધીમાં રમત પર પોતાનું પ્રભુત્વ મેળવી લઇને વિજય તરફ કૂચ કરી હતી. આ મુકાબલો ત્રણ કલાક અને ૪૦ મિનિટ સુધી રમાયો હતો.

વિમેન્સ સિંગલ્સમાં ઝેવોનારેવાએ સ્લોવાકિયાના ઝુઝાના કુકોવા સામે ૬-૨, ૬-૪થી, ૧૪મી ક્રમાંકિત રશિયાની મારિયા શારાપોવાએ ઓસ્ટ્રેલિયાની જર્મિલા ગ્રોથ સામે ૪-૬, ૬-૩, ૬-૧થી, ૧૧મી ક્રમાંકિત રશિયન ખેલાડી કુઝનેત્સોવાએ જાપાનની કિમિકોને ૬-૨, ૪-૬, ૬-૧થી હરાવીને આગેકૂચ કરી હતી. જેલેના જાન્કોવિચે સિમોના હાલેને ૬-૪, ૪-૬, ૭-૫થી હરાવીને પોતાનાં અભિયાનને આગળ વધાર્યું હતું.

ક્રમાંકિતોમાં પરાજયનો સામનો કરનાર ખેલાડીઓમાં ૧૬મા ક્રમાંકિત માર્કસ બઘડાટિસ અને ૨૪મા ક્રમાંકિત અર્નેસ્ટ ગુલબિસનો સમાવેશ થાય છે. બઘડાટિસને ફ્રાન્સના અનુભવી આર્નોડ કલેમેન્ટે ૬-૩, ૨-૬, ૧-૬, ૬-૪, ૭-૫થી અને ગુલબિસને પણ ફ્રાન્સના જ અન્ય એક ખેલાડી જેરેમી ચાર્ડીએ ૬-૨, ૭-૬(૭/૧), ૬-૪થી હરાવીને પોતાનાં અભિયાનને આગળ વધાર્યું હતું. સ્પેનના ફનૉન્ડો વડૉસ્કોએ ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૧-૬, ૭-૫, ૬-૧, ૪-૬, ૬-૩થી હરાવ્યો હતો.

યુક્રેનની કેટરિના બોન્ડારેન્કોએ ચીનની આઠમી ક્રમાંકિત લી નાને ૨-૬, ૬-૪, ૬-૨ અને રશિયાની ૨૩મી ક્રમાંકિત મારિયા કિરિલેન્કોએ ચેક રાષ્ટ્રની બાર્બરા સ્ટ્રાયકોવાને ૭-૫, ૬-૪થી હરાવીને ગ્રાન્ડસ્લેમના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.