શું તમને એ કિસ્સો યાદ છે જેમાં કપિલ દેવે દક્ષિણ આફ્રિકાના પીટર કર્સ્ટનને અનોખી રીતે રન આઉટ કર્યો હતો. કંઈક આવું જ કારનામુ ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી20માં આર અશ્વિન કરવા માંગતો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.
થયું કંઈક એવું ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું હતું, 11મી ઓવરના ચોથા બોલે ડેવિડ બોલ ફેંકાઈ તે પહેલા જ ક્રિઝ બહાર જતો રહ્યો હતો. અશ્વિને તક જોઈને રન આઉટ કરવા માટે સ્ટમ્પ પાડી દીધા.
પરંતુ તેને અશ્વિનની આ ચાલની ખબર પડતા તેના બેટને ક્રિઝની અંદર કરી લીધું હતું. વર્ષ 1992 93માં પોર્ટ એલિઝાબેથ વન ડેમાં કપિલ દેવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન પીટર કર્સ્ટનને આવી રીતે જ આઉટ કર્યો હતો.