- કેપટાઉનમાં ધોનીએ વિકેટ પાછળ પાંચ કેચ ઝડપ્યા
- પૂજારાએ પણ ત્રણ કેચ ઝડપ્યા
કેપટાઉન ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ પાછળ પાંચ કેચ ઝડપ્યા હતા.
આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે એક જ દાવમાં વિકેટ પાછળ પાંચ કેચ ઝડપનારા ધોની ભારતનો બીજો વિકેટકિપર બન્યો છે. આ પહેલા વિકેટકિપર નયમ મોંગિયાએ 1996-97માં ડરબન ટેસ્ટમાં આ કમાલ કર્યો હતો.
આ પાંચ કેચ સાથે ધોનીએ ચાર વખત વિકેટ પાછળ પાંચ કે તેથી વધુ કેચ ઝડપ્યા છે. આ પહેલા ધોની ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે વિકેટ પાછળ પાંચ કે તેથી વધુ કેચ ઝડપી ચૂક્યો છે.
ધોની ઉપરાંત સૌરાષ્ટ્રાના બેટ્મસેન ચેતેશ્વર પૂજારાએ પણ કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં ત્રણ કેચ ઝડપ્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે એક જ દાવમાં ત્રણ કેચ ઝડપનારો ભારતનો પ્રથમ ફિલ્ડર બની ગયો છે.