ભારતીય ઝડપી બોલર પ્રવીણ કુમારને તેના ગેરવર્તનની સજા મળી છે. એક મેચમાં વિરોધી ટીમના બેટ્સમેન અને અમ્પાયર સાથે ઝઘડો કરનારા પ્રવીણ કુમારને તેના આ વર્તનની કિંમત ચૂકવવી પડી છે.
ચાર ફેબ્રુઆરીના રોજ કોર્પોરેટ ટ્રોફીમાં રમાયેલી એક મેચમાં વિરોધી ટીમના બેટ્સમેન સામે ગાળાગાળી કર્યા બાદ અમ્પાયર સાથે બાખડી પડનારા પ્રવીણ કુમાર સામે બીસીસીઆઈ એ લાલ આંખ કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) પ્રવીણ કુમારને આગામી આંતરરાજ્ય ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીની મેચોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આગળ ક્લિક કરો અને જાણો, પ્રવીણ કુમારના તે વર્તન પર બીસીસીઆઈ એ શું કહ્યું અને શું તે મેચમાં પ્રવીણ કુમારે શું કર્યું હતું તેની પૂરી વિગત.......