ઈંગ્લેન્ડની સિરિઝની પસંદગી પર ઉઠ્યા સવાલ, ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીનો આરોપ
પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારતના વિજય પર સવાલ ઉઠવા લાગ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ વિકેટ કિપર પોલ નિક્સને આરોપ મુક્યો છે કે, નવીદિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં રમાયેલો મેચ 'ફિક્સ' હોય શકે છે. તેના આરોપોથી ખેલ જગતમાં સનસનાટી મચી ગઈ છે અને ખેલપ્રેમીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સિરિઝ માટેની ટીમની પસંદગી પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. આ સ્ક્વોડમાં વિરેન્દ્ર સહેવાગને સ્થાન નથી મળ્યું, જ્યારે ખરાબ ફોર્મમાંથી પસારર થઈ રહેલ ગૌતમ ગંભીર હજુપણ ટીમમાં યથાવત છે. સહેવાગની જગ્યાએ ચેતેશ્વર પુજારાને સ્થાન આપવામાં આવ્યું છે. સવાલ એ ઉઠી રહ્યાં છે કે, શું સહેવાગની કેરિયર સમાપ્ત થઈ ગઈ? મનોજ પ્રભાકરને લાગે છેકે, હા સેહવાગની કેરિયર સમાપ્ત થઈ ગઈ છે.
વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...