Divya Bhaskar
SPORTS
Home » Sports » Cricket » Latest News » Pakistan Invited India Bat First At Chennai First One Day 2012

Live: ટોસ જીતી પાકિસ્તાન બોલિંગમાં, સેહવાગ ઈન-રહાણે આઉટ

divyabhaskar.com | Dec 30, 2012, 09:28AM IST
Live: ટોસ જીતી પાકિસ્તાન બોલિંગમાં, સેહવાગ ઈન-રહાણે આઉટ

- ચેન્નાઈમાં પ્રથમ વનડેમાં પાકિસ્તાને ભારતને 6 વિકેટે હરાવ્યું

- પાકિસ્તાને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

- મેન ઓફ ધ મેચ ધોનીની અણનમ સદી, ફટકાર્યા 113 રન

- નાસિર જમશેદની વિજયી અણનમ સદી, બનાવ્યા 101 રન

- જૂનૈદ ખાનની 4 વિકેટ, ભુવનેશ્વર કુમારની 2 વિકેટ




જૂનૈદ ખાનના તરખાટ બાદ ઓપનર નાસિર જમશેદે ફટકારેલી શાનદાર અણનમ સદીની મદદથી પાકિસ્તાને ચેન્નાઈ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને આસાનીથી પરાજય આપ્યો. પાકિસ્તાને ભારતને 6 વિકેટે પરાજય આપતા સુકાની ધોનીએ રમેલી અણનમ ઈનિંગ્સ એળે ગઈ.



મહેમાન ટીમે 48.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 11 બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાને ત્રણ વનડે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.



એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટોપ ઓર્ડરનો ધબડકો થયા બાદ સુકાની ધોનીએ ફટકારેલી અણનમ અડધી સદીની મદદથી ભારતે પાકિસ્તાન સામે 228 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર મોહમ્મદ હાફીઝે પ્રથમ બોલ પર જ ભુવનેશ્વર કુમારના બોલ પર બોલ્ડ થયો હતો. બાદમાં અઝહર અલી (9) પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો.



પરંતુ ઓપનર નાસિર જમશેદ અને યુનિસ ખાને પાકિસ્તાનને સંભાળ્યું હતું. બન્ને ખેલાડીઓએ અદ્દભૂત ધીરજ સાથે બેટિંગ કરીને ટીમના સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. જેમાં બન્ને ખેલાડીઓએ સદીની ભાગીદારી નોંધાવી હતી. યુનિસ (58)ને અશોક ડિંડાએ આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યાર બાદ મિસ્બાહ ઉલ હક (16) પણ વધારે સમય પિચ પર ટકી શક્યો નહોતો અને ઈશાંત શર્માના બોલ પર બોલ્ડ થયો હતો.



નાસિર જમશેદે એક છેડો જાળવી રાખ્યો હતો અને ભારતના હાથમાંથી મેચ આંચકી ગયો હતો. જોકે, તેને ભારતીય ટીમે જીવતદાન પણ આપ્યા હતા. ભારતની ફિલ્ડિંગ આ મેચમાં ઘણી ખરાબ રહી હતી. આ બાજુ જમશેદે એક છેડો જાળવી રાખતા પોતાની સદી પણ પૂરી કરી હતી. જ્યારે શોએબ મલિકે પણ અણનમ રનની ઈનિંગ્સ રમી હતી અને જમશેદ સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી પાકિસ્તાને 48.1 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શોએબ મલિકે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.



પાકિસ્તાન તરફથી નાસિર જમશેદે અણનમ 101 અને શોએબ મલિકે અણનમ 34 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત યુનિસ ખાને 58 અને સુકાની મિસ્બાહ ઉલ હકે 16 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 2 અને અશ્વિન તથા અશોક ડિંડાએ 1-1 વિકેટ લીધી હતી.



- ભારતીય બેટિંગ



આ પહેલા ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભીની આઉટ પિચના કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની સુકાનીનો આ નિર્ણય એકદમ યોગ્ય સાબિત કરતા ઝડપી બોલરોએ કહેર મચાવ્યો હતો. તેમાં પણ જૂનૈદ ખાને ભારતીય ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. ભારતના પ્રથમ ચાર બેટ્સમેન તો ક્લીન બોલ્ડ થયા હતા.



જૂનૈદ ખાને વીરેન્દ્ર સેહવાગ (4)ને ક્લીન બોલ્ડ કરીને ભારતની પડતીની શરૂઆત કરી હતી. બાદમાં મોહમ્મદ ઈરફાને ગૌતમ ગંભીર (8)ના ડાંડિયા ઉડાવ્યા હતા. ભારતનું વિકેટ પતન આટલેથી અટક્યું નહોતું અને જૂનૈદે કરેલી છઠ્ઠી ઓવરમાં તેણે વિરાટ કોહલી (0) અને યુવરાજ સિંહ (2)ને ક્લીન બોલ્ડ કરીને પ્રેક્ષકોને આઘાતમાં મૂકી દીધા હતા.



ભારતને આ ઝટકાઓમાંથી કળ વળે તે પહેલા જૂનૈદે રોહિત શર્મા (4)ને હાફીઝના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારે ભારતનો સ્કોર 9.4 ઓવરમાં 5 વિકેટે 29 રન હતો. ભારતની બેટિંગ જોતા તે 100 રનનો સ્કોર પણ નોંધાવશે કે કેમ તે શંકા હતી. પરંતુ બાદમાં સુકાની ધોની અને સુરેશ રૈનાએ ભારતને સંભાળ્યું હતું. બન્ને ખેલાડીઓએ જોખમ લીધા વગર એક-બે રન પર ભાર મૂક્યો હતો અને સ્કોર બોર્ડને ધીમે ધીમે આગળ વધાર્યો હતો.



રૈના અને ધોની વચ્ચે અડધી સદીની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. રૈના (43) અડધી સદી ચૂક્યો હતો પરંતુ અંતિમ ઓવરમાં સુકાની ધોનીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે પાકિસ્તાની બોલરોની ખબર લીધી હતી અને પોતાની સદી પૂરી કરી હતી અને ભારતના સ્કોરને બચાવવા યોગ્ય બનાવ્યો હતો. ધોનીની અણનમ સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 6 વિકેટે રન બનાવ્યા હતા.



ભારત તરફથી ધોનીએ અણનમ 113 રન બનાવ્યા હતા. જ્યારે રૈનાએ 43 રન અને અશ્વિને અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી જૂનૈદ ખાને 4  અને મોહમ્મદ ઈરફાન તથા મોહમ્મદ હાફીઝે 1-1 વિકેટ લીધી હતી.



ભારતીય ટીમ :-- વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટ કીપર), અશ્વિન, ભુવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા, અશોક ડિંડા.



પાકિસ્તાની ટીમ :-- નાસિર જમશેદ, યુનિસ ખાન, મોહમ્મદિ હાફીઝ, મિસ્બાહ ઉલ હક (સુકાની), કામરાન અકમલ (વિકેટ કીપર), અઝહર અલી, શોએબ મલિક, જુનૈદ ખાન, ઉમર ગુલ, સઈદ અજમલ, મોહમ્મદ ઈરફાન.

Modi Quiz
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment