યુએસ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટમાં ભારત માટેના મિશ્રિત દિવસમાં ત્રીજો ક્રમાંક ધરાવતી ગયા વર્ષની ચેમ્પિયન જોડી લિએન્ડર પેસ અને લુકાસ ડલુહીની જોડીને મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે રોહન બોપન્ના અને તેના પાકિસ્તાની સાથીદાર ઐસામ અલ હક કુરેશીની જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરીને પોતાનાં અભિયાનને આગળ વધાર્યું હતું.
ભારતીય ખેલાડીઓને સાંકળી લેતી બંને જોડી એક સાથે પ્રથમ રાઉન્ડના મુકાબલા માટે અલગ અલગ કોર્ટ પર ઊતરી હતી પરંતુ પેસ અને ડલુહીનો ચેક રાષ્ટ્રના માર્ટિન ડમ તથા સ્લોવાકિયાના ફિલપિ પોલોસ્કે સામે ૬-૭ (૭), ૬-૩, ૬-૪થી પરાજય થયો હતો.
બોપન્ના અને કુરેશીએ ભારતીય સમર્થકોને ખુશ થવાની તક મળે તે સુનિશ્વિત કર્યું હતું અને આ ૧૬મી ક્રમાંકિત જોડીએ અમેરિકાના બ્રાયન બેટિસ્ટોન તથા રેલર ડિહાર્ટની જોડીને ૬-૩, ૭-૬ (૭)થી પરાજય આપ્યો હતો.