નવ વર્ષ બાદ જોડી બનાવીને ગ્રાન્ડસ્લેમમાં રમી રહેલા ભારતના લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની જોડી શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની મેન્સ ડબલ્સની ફાઇનલમાં અમેરિકાના બ્રાયનબંધુ બોબ તથા માઇકની જોડી સામે ટકરાશે. આ ફાઇનલ પહેલાં વિમેન્સ સિંગલ્સમાં બેલ્જિયમની કિમ ક્લાઇસ્ટર્સ અને ચીનની ના લી વચ્ચે ટાઇટલ મુકાબલો થશે.
મેન્સ ડબલ્સનું સ્ટાર સ્પોર્ટ્સ પર વિમેન્સની ફાઇનલ બાદ બપોરે લગભગ ૨:૦૦ કલાકે પ્રસારણ થશે. વિમેન્સ સિંગલ્સમાં કલાઈસ્ટર્સ ટાઈટલ માટેની ફેવરિટ છે પરંતુ તેની ચાઈનીઝ હરીફ પણ ટ્રોફી જીતીને અપસેટ કરી શકે છે.