ઈજિપ્તના પોર્ટ સઈદ શહેરમાં ફુટબોલ મેચ દરમિયાન થયેલી લોહિયાળ હિંસામાં 74 લોકોના મોત નિપજ્યા છે. બુધવારે એક મેચ દરમિયાન બે ટીમોના પ્રશંસકો બાખડી પડ્યા હતા, હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે.
આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ‘અલ-માસરી’ અને ‘અલ-અહલે’ ક્લબના સમર્થકો એકબીજાની શ્રેષ્ઠતાના મુદ્દે ટકરાયા. મેચની અંતિમ ક્ષણોમાં ‘અલ-માસરી’ની 3-1થી જીત થતા હિંસા વકરી હતી. મેચ પૂરી થતાની સાથે જ ‘અલ-માસરી’ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે ‘અલ-અહલે’ના સમર્થકો અને ખેલાડીઓ પર હુમલાઓ શરૂ કર્યા. એ પછી સ્ટેડિયમમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
વીડિયોમાં જુઓ કેવી રીત ફૂટબોલ મેદાનમાં મચ્યું રમખાણ...