દક્ષિણ આફ્રિકન ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સ્ટાર ઓસ્કાર પિસ્ટોરિયસે તેની ગર્લફ્રેન્ડને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પિસ્ટોરિયે તેના પ્રીટોરીયા ખાતેના ઘરે તેને ગોળી મારી દીધી હતી.
પોલિસ પ્રવક્તા કેટલેગો મોગાલેએ જણાવ્યું છે કે અમને 9 મિલિમીટરની એક પિસ્તોલ મળી છે. 26 વર્ષીય પિસ્ટોરિયને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે વધારાની કોઈ માહિતી નથી આપી.
પિસ્ટોરિયસને બ્લેડ રનર કહેવામાં આવે છે. તેના ઘૂંટણ પછીના પગ નહોતા જેના કારણે તે કાર્બન ફાઈબર પ્રોસ્થેટિકની બ્લેડ પહેરતો હતો. લંડનમાં 2012માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં તેણે ઈતિહાસ રચ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનારો તે પગ વગરનો પ્રથમ ખેલાડી હતો.
આગળ ક્લિક કરો અને જાણો, ઓસ્કાર પિસ્ટોરિયસ અને તેની લવ લાઈફની અજાણી વાતો.....