ડિસેમ્બર ૨૦૧૦માં સચિન તેંડુલકરે ફરી એક વખત ઈતિહાસ બનાવ્યો પરંતુ એ રમતના મેદાનમાં નહિ, બહાર! તેણે ૨૦ કરોડ રૂપિયાની જાહેરખબરની ઓફર ઠુકરાવી દીધી. એ જાહેરખબર દારૂની હતી તેથી તેણે ઠુકરાવી દીધી હતી.
જે ટીકાકારો એમ કહ્યા કરે છે કે સચિન માત્ર પૈસા માટે અને પોતાના માટે રમે છે તેમને જાણ કરવા આ બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડિસેમ્બરમાં જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦મી સદી ફટકારી. દક્ષિણ આફ્રિકા સામેની એ પહેલી મેચમાં બીજા છેડે એકપણ ખેલાડી ટકી શકતો નહોતો ત્યારે તેણે આ સદી બનાવી હતી. જોકે તે ટીમને એક ઈનિંગના હારથી બચાવી શક્યો નહોતો. તેણે ફરી લોકોનાં દિલ જીતી લીધાં, છતાં ટીકાકારોનાં મોં બંધ ન થયાં.
પણ કહેવાય છે ને કે જે સફળ હોય તેની ટીકા તો થાય. સચિનને એ બધાની આદત પડી ગઈ છે. તે ટીકાઓની ચિંતા કરે તો ગત વર્ષે વન ડે મેચમાં તે ૨૦૦ રન બનાવી શક્યો નહોત. વન ડેમાં તે ૪૬ સદી બનાવી ચૂકયો છે, તે સાથે ૯૬ આંતરરાષ્ટ્રીય સદી થઈ ગઈ છે. ૨૦૧૧માં તેની પાસે બીજા ઘણા રેકોર્ડની આશા છે.
કેમ રહેશે તેના ઉપર ધ્યાન?
- ૧૦૦મી સદી ક્યારે બનાવશે?
- એક દિવસીય મેચમાં ૫૦મી સદી ક્યારે?
- વિશ્વકપમાં ૨૦૧૧માં તેના પ્રદર્શન પર નજર
બેટિંગની કસોટી
- આગામી વર્ષ સુધી પોતાને ફીટ રાખવું
- હજુ પણ પુરવાર કરવું પડશે કે તેનું બેટ મુશ્કેલ સમયે પણ ચાલે છે.
- તેની હાજરીમાં ભારત વિશ્વકપ જીતે