-સ્થાનિક ક્રિકેટ મેચોના પ્રસારણનો કરાર ગયા ડિસેમ્બરમાં પૂરો કરી દીધો હતો
-ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીનું વચન પણ પૂરું કરવામાં આવ્યું નથી
નિમ્બસ કોમ્યુનિકેશન્સે બીસીસીઆઇ પાસે ૬૦૦ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે. બીસીસીઆઇએ કંપની સાથે સ્થાનિક ક્રિકેટ મેચોના પ્રસારણનો કરાર ગયા ડિસેમ્બરમાં પૂરો કરી દીધો હતો.
નિમ્બસે દલીલ કરી હતી કે ભારતીય ટીમની સ્થાનિક મેચોમાં ટોચના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો તથા ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીનું વચન પણ પૂરું કરવામાં આવ્યું નથી જેના કારણે કંપનીને નાણાકીય રીતે મોટો ફટકો પડયો છે. આ નુકસાનના વળતરરૂપે અમે બીસીસીઆઇ પાસે ૬૦૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.
નિમ્બસે ભારતમાં પ્રસારણ માટે બોર્ડ સાથે ૨૦૧૦ના જાન્યુઆરીમાં કરાર કર્યો હતો જે લગભગ બે હજાર કરોડનો ચાર વર્ષ માટે હતો. પ્રસારણ કંપનીએ દાવો કર્યો છે કે ભારતે પોતાની છેલ્લી ત્રણ ઘરઆંગણાની વન-ડે શ્રેણીમાંથી બેમાં ટોચના ખેલાડીઓને આરામ આપ્યો હતો.