Advertisement
Home >> Sports >> Other Sports >> Nadal Win In 106 Minutes In French Open

ફ્રેન્ચ ઓપન : નાદાલનો ૧૦૬ મિનિટમાં વિજય

Agency, Paris | Jun 09, 2012, 06:21AM IST
 
 

મેન્સ સિંગલ્સ સેમિફાઇનલમાં ડેવિડ ફેરરને ૬-૨, ૬-૨, ૬-૧થી હરાવ્યો, ફ્રેન્ચ ઓપનમાં બાવન મેચમાં પ૧ વિજય

સ્પેનના રફેલ નાદાલે વધુ એક વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પોતાના જ દેશના સાથી ખેલાડી ડેવિડ ફેરરને ૧૦૬ મિનિટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. કારકિર્દીમાં છ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂકેલા નાદાલે ફેરરને આસાનીથી ૬-૨, ૬-૨, ૬-૧થી હરાવ્યો હતો. બીજો ક્રમાંક ધરાવતા નાદાલને પ્રથમ વખત આ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચેલા છઠ્ઠા ક્રમાંકિત ફેરર તરફથી જોરદાર પડકાર મળે તેવી સંભાવના હતી પરંતુ સેમિફાઇનલ એકતરફી બની રહી હતી.

નાદાલે ટૂર્નામેન્ટમાં એક પણ સેટ નહીં ગુમાવવાનો વિક્રમ યથાવત્ રાખ્યો હતો અને શક્તિશાળી વોલી તથા સર્વિ‌સ દ્વારા ૨૬ વર્ષીય નાદાલે બેઝલાઇન ગેમ દ્વારા ફેરરને સતત દબાણ હેઠળ રાખ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનના એન્ડી મરેને હરાવનાર 'ધ વોલ’ નામે જાણીતા બનેલા ફેરરે ક્વાર્ટર ફાઇનલ પહેલાં એક પણ સેટ ગુમાવ્યો નહોતો પરંતુ સેમિફાઇનલમાં તે નાદાલ સામે નિ:સહાય જણાતો હતો. આ ઉપરાંત ક્લે કોર્ટના બાદશાહ નાદાલે નેટ્સ ઉપર પણ શાનદાર રમત દાખવી હતી.

ક્લે કોર્ટ પર સ્પેનના આ બે ટોચના ખેલાડીઓ વચ્ચે રોલેન્ડ ગરોસમાં બે વખત મુકાબલો થયો છે અને બંને વખત નાદાલનો વિજય થયો હતો. નાદાલ અને ફેરર વચ્ચે પ્રોફેશનલ ટેનિસમાં અત્યાર સુધીમાં રમાયેલા ૨૦ મુકાબલામાં ૧૬ વખત નાદાલે બાજી મારી હતી.

૨૦૦પમાં પ્રથમ વખત મુકાબલો થયો હતો ત્યારે નાદાલ પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો અને ચેમ્પિયન પણ બન્યો હતો. નાદાલે રોલેન્ડ ગરોસ ખાતે હવે બાવન મેચમાં પ૧ વિજય મેળવ્યા છે. તે માત્ર એક વખત ૨૦૦૯માં ચોથા રાઉન્ડના મુકાબલામાં સ્વિડનના રોબિન સોડરલિંગ સામે હાર્યો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment