7 વર્ષની રમત, અને આ કારણોથી સચિનથી આગળ નીકળ્યો ધોની

કમાણીના મામલે બોલ્ટ અને નોવાક જોકોવિચને પણ ધોનીએ આપી માત
ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કમાણીના મામલે સચિન તેંડુલકરને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સ મેગેઝીને દુનિયાના 100 ધનિક ખેલાડીઓની જે યાદી જાહેર કરી છે તેમાં ધોની 31માં અને સચિન 78માં સ્થાને છે. ધોનીએ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (62માં) અને ઉસૈન બોલ્ટ (63માં)થી પણ આગળ છે.
ધોનીની કુલ કમાણે 2 કરોડ 65 લાખ ડોલર (148.29 કરોડ રૂપિયા) છે. જેમાંથી 2 કરોડ 30 લાખ ડોલર જાહેરખબરોમાંથી આવે છે. સચિનની કમાણી 1 કરોડ 86 લાખ ડોલર (81.70 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. જેમાંથી 1 કરોડ 65 લાખ ડોલર જાહેર ખબરોમાંથી આવે છે.
સચિન છેલ્લા 22 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે ધોની છેલ્લા સાત વર્ષથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે આવ્યો છે. છતા પણ કેમ સચિનની આટલી લાંબી કારકિર્દી કમાણીના મામલે ધોનીથી ફિક્કી થઈ ગઈ છે.
આવો જાણીએ તેના કારણો....







