મેચફિક્સિંગના આક્ષેપનો સામનો કરી રહેલો પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ આમિર આજીવન પ્રતિબંધથી બચવા માટે આઇસીસીનો તાજનો સાક્ષી બની શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે આમિર આઇસીસીને તે મેચફિક્સિંગમાં કેવી રીતે ફસાયો છે તેનું રહસ્ય જણાવશે.
સ્થાનિક અખબારે જણાવ્યું છે કે આમિર આઇસીસીને સત્ય બતાવવા માટે તૈયાર છે. એક નાની ભૂલના કારણે પોતાની કારકિર્દી ખતમ ના થઇ જાય તેવું તે ઇચ્છી રહ્યો છે અને આ કારણથી તે આઇસીસીનો સાક્ષી બનવાનું જોખમ ઉઠાવી રહ્યો છે. આમિર મેચફિક્સિંગમાં સ્કોટલેન્ડ યાર્ડને તમામ પ્રકારનો સહયોગ આપવા માટે પણ તૈયાર છે.