Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Mark Boucher Suffers Lacerated Eyeball After Being

થઈ ગંભીર ઈજા, ક્રિકેટનો અસામાન્ય રેકોર્ડ ચૂકી જશે આ દિગ્ગજ?

Agency, London | Jul 10, 2012, 12:24PM IST
 
 


- ગંભીર ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો

ડાબી આંખમાં ૩ કલાક સર્જરી કરાઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૯૯૯ શિકાર


વિશ્વના સૌથી સફળ વિકેટકીપર સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરે મેચ દરમિયાન આંખે થયેલી ગંભીર ઇજાના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અકાળે અલવિદા કરી દીધી હતી. ૩૬ વર્ષીય બાઉચરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં કુલ ૯૯૯ કેચ તથા સ્ટિમ્પંગ કર્યા હતા. બાઉચરની નિવૃત્તિની જાહેરાત સુકાની ગ્રીમ સ્મિથે કરી હતી. સ્મિથે નિવૃત્તિ પત્ર વાંચીને જણાવ્યું હતું કે દુ:ખ અને દર્દ સાથે હું નિવૃત્તિ લઇ રહ્યો છું. મારી આંખની ઇજા ગંભીર છે તેથી હું ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકું તેમ નથી. નોંધનીય છે કે બાઉચરની આંખ પર લગભગ ત્રણ કલાક સર્જરી ચાલી હતી.


સમરસેટ સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન ૪૬મી ઓવરે ઇમરાન તાહિરે ફેંકેલો ગુગલી બોલ સ્ટમ્પ સાથે ટકરાયો હતો અને ત્યારબાદ હવામાં ઊછળેલી બેઇલ્સ બાઉચરની ડાબી આંખે વાગી હતી. ત્યારબાદ તેમાંથી લોહી નીકળવાનું શરૂ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો અને તેની આંખે સર્જરી કરાઇ હતી. સર્જરી બાદ પણ તબીબો બાઉચર ફરીથી નિહાળતો થશે કે કેમ તે કહી શકતા નથી.


હેલ્મેટ પહેરી હોત તો : બાઉચરને અફસોસ છે કે તે સામાન્ય રીતે સ્પિનર્સ વખતે હેલ્મેટ પહેરે છે પરંતુ આ મેચમાં તેણે પહેરી નહોતી. તાહિર ગુગલીની સાથે ટોપ સ્પિન પણ ફેંકે છે તેથી હેલ્મેટના કારણે આંખનો બચાવ કરી શકાય તેમ હતો. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે પણ ઇજાગ્રસ્ત બનેલા બાઉચર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment