સ્પોટ ફિક્સિંગના કારણે પાકિસ્તાનની સાથોસાથ વિશ્વ ક્રિકેટની છબી પણ ખરડાઇ છે. જેનાથી ભારતના વરિષ્ઠ ટેસ્ટ ક્રિકેટર માધવ મંત્રી ઘણા જ નિરાશ થયાં છે. પોતાના 90માં જન્મ દિવસે ક્રિકેટ અંગે વાત કરતા તેમણએ સચિન સાથે જોડાયેલી એક વાત જણાવી હતી. અને કહ્યું હતું કે, સચિને પ્રથમ વખત ઇંગ્લેન્ડના બોલરોનો સામનો કર્યા બાદ મારી પાસે આવ્યો હતો અને હવે તે વેસ્ટ ઇન્ડિઝના બોલરોનો સામનો કરવા માગે છે તેમ કહ્યું હતું.
હાલ ક્રિકેટમાં ચાલી રહેલા સ્પોટ ફિક્સિંગ વિવાદ અંગે તેઓએ કહ્યું કે, આ ઘણું જ ખરાબ છે. અને આવાનારા યુવા ખેલાડીઓ માટે તે સારી બાબત નથી. સ્પોટ ફિક્સિંગ અંગે પગલા જરૂરથી લવાશે. જો કે, તેના કારણે વિશ્વકપમાં ભાગ લેનાર પાકિસ્તાન ટીમ માટે કોઇ જોખમી બાબત નથી. કારણ કે, આ અંગેના કાયદાકિય પગલા આગામી વિશ્વકપ પછી લેવાશે.
1980 થી 1990 દરમિયાન મુંબઇ ક્રિકેટ એસોસિએશનના ઉચ્ચ હોદ્દો સંભાળનાર માધવ મંત્રીએ જણાવ્યું કે, 1990માં જ્યારે એમસીએ દ્વારા તેમને ભારતીય ટીમના મેનેજરની જવાબદારી સોંપી હતી. ત્યારે ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. જેમાં આજનો મહાન બેટ્સમેન સચિન તેંડલુકર પણ હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સચિને પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. અને ભારતના હારમાંથી ઉગાર્યું હતું.
પરંતુ આ બધાની વચ્ચે હું એ વાતને ભૂલી શકું તેમ નથી કે, જ્યારે સચિન મારી સાથે બસમાં બેઠો હતો. અને મને કહ્યું કે તે ઇંગ્લેન્ડના બોલરો સામે રમી ચુક્યો છે. હવે તેને વેસ્ટ ઇન્ડિઝના બોલરો સામે રમવું છે. મે સચિનની ઇચ્છા અંગે તે સમયના વરિષ્ઠ ખેલાડીઓને જણાવી હતી. અને સચિનને ટીમમાં સ્થાન આપવા જણાવ્યું હતું. તે ત્રીજા ક્રમાંકે બેટિંગ કરવા આવ્યો હતો. અને તેની સદી થકી ભારતે વિજય મેળવ્યો હતો.