લંડન ઓલિમ્પિક્સના આયોજકોએ લંડનમાં વસતા લાખો નાગરિકો માટે વિવિધ ટ્રાવેલ પ્લાન રચ્યા છે. તેમને આ વિશે માહિતગાર કરવા માટે પણ યોજના ઘડી કાઢવામાં આવી છે. તેમાંથી કેટલીક યોજના મુજબ તો ઘરે રહીને જ કામકાજ કરી શકાય તેવા સૂચનનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૨૭ જુલાઈથી ૧૨મી ઓગસ્ટ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે અત્યારથી જ ૮૮ લાખ પાઉન્ડના ખર્ચે નવી જ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. લંડનની વર્ષો પુરાણી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સામે તાજેતરમાં જ શહેરના ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને એવો ડર હતો કે ઓલિમ્પિક્સ દરમિયાન તેમાં ઘણી તકલીફ પડશે અને દરેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે.