બ્રિટિશ મોડેલ લિઝ હર્લી અને ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેનવોર્ન સાથેના સંબંધો થોડા સમય પહેલા પ્રકાશમાં આવ્યાં હતા. બન્ને એકબીજાના પ્રેમમાં હોવાની વાતો પણ ઉડી હતી. આજે પણ બન્ને વચ્ચેનો પ્રેમ યથાવત હોવાની વાતની પૃષ્ટી આપતી હોય તેમ મંગળવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર ઉતરીને લિઝ હર્લી સીધી શેનવોર્નના ઘરે પહોંચી હતી.
શરૂઆતમાં બ્રિટિશ અભિનેત્રી અને મોડલે એ વાતનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો કે તે સ્પિન કિંગ શેન વોર્ન સાથે સમય પસાર કરવાની છે કે નહીં પરંતુ થોડાક કલાકો પછી જ તે વોર્નના ઘરે જતી જોવા મળી હતી. હર્લી જ્યારે મેલબોર્ન એરપોર્ટ પર ઉતરી ત્યારે તેણે ઉપસ્થિત લોકો અને ચાહકો સાથે હસ્તધૂનૂન કર્યું હતું.