Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> CLT20 >> Talking Pictures
 

ચેમ્પિયન્સ લીગની રાહ જોઇ રહ્યો છું

 
Source: Kieron Pollard   |   Last Updated 2:47 PM [IST](08/09/2010)
 
 
 
 
 

આ એક એવી ચીજ છે જે મારા દિલથી ઘણી નજીક છે. સાચું કહું તો ચેમ્પિયન્સ લીગે મને ઘણી નામના અપાવી છે અને તેથી જ તે મારા માટે વિશેષ છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ લીગ ઘણી રોમાંચક બની હતી. ક્રિકેટ સિવાય પણ ઘણો પ્રવાસ કરવાનો આવ્યો હતો. આ વખતે પણ હું આશા રાખું છું કે એમ જ બનશે.


આ વખતે ચેમ્પિયન્સ લીગ પર કેટલાક નવા ખેલાડીઓની નજર પણ છે જે પોતાની કારકિર્દી ઘડવા માગે છે. મારા મતે આ જ એક પ્લેટફોર્મ છે. ઘણા ક્રિકેટર સાઉથ આફ્રિકન મેદાનો પર છવાઈ જવા માગે છે.


મારી વાત કરીએ તો સ્ટેનફોર્ડ ટી૨૦ અને આઈપીએલ પછી ચેમ્પિયન્સ લીગે જ મારી કારકિર્દીને એક ઊંચાઈ બક્ષી છે. આ પ્રકારની લીગ ખેલાડીઓ માટે સ્વપ્ન સમાન હોય છે. આ લીગ અગાઉ હું વેસ્ટ ઇન્ડીઝનો એક સામાન્ય ખેલાડી હતો પણ મને અહીં મારી યોગ્યતા પુરવાર કરવાની તક મળી હતી.


હું દાવા સાથે કહી શકું છું કે ચેમ્પિયન્સ લીગમાં સફળ ખેલાડી માટે તેના રાષ્ટ્રીય ટીમના દરવાજા ખૂલી જાય છે. એ પછી જે તે ખેલાડીએ પોતાની સફળતા આગળ ધપાવવાની હોય છે. મેદાન પર કોઈ મુકાબલો આસાન હોતો નથી. ચેમ્પિયન્સ લીગમાં પણ એવું જ છે. ગયા વર્ષે ત્રિનિદાદ માટે રમવાનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો હતો.


હું મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી છું


આ વખતે હું મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી છું. મારી આંખની ઇજામાં ઘણો સુધારો છે અને હું ૧૦૦ ટકા યોગદાન આપવાનો પ્રયાસ કરીશ.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.