ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની જેફરી બોયકોટે કહ્યું કે ઇંગ્લિશ બેટ્સમેન પીટરસને પોતાનું ફોર્મ જલ્દી પરત મેળવવું પડશે. નહીંતર નવેંબરમાં યોજાનાર એશિઝ શ્રેણીમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
પીટરસને છેલ્લી 22 ટેસ્ટમાં એક પણ સદી ફટકારી નથી. અને પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તે માત્ર નવ રન બનાવને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. બોયકોટે કહ્યું કે, જો પીટરસનનું ફોર્મ આવું જ રહેશે તો તેને ટીમથી બહાર કરવામાં આવશે.
બોયકોટે કહ્યું કે, પીટરસન જ્યારે સારી ઇનિંગ રમે છે. ત્યારે તેનો રમતો જોવામાં મજા આવે છે. પરંતુ જો તે સારું પ્રદર્શન કરવાનું બંધ કરી દેશે તો અન્ય કોઇ તેનું સ્થાન લઇ લેશે. પીટરસનને એશિઝ શ્રેણી માટેની ટીમ પસંદગી પહેલા પાંચ ટેસ્ટ ઇનિંગ, બે ટી-20અને વનડે રમવા મળશે. જેમાં તે પોતાનું ફોર્મ પાછું મેળવી શકે છે.
પીટરસને છેલ્લે 2009માં વેસ્ટ ઇન્ડિઝ સામે સદી ફટકારી હતી. જો કે, બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન તેનું પ્રદર્શન સારુ રહ્યું હતું. તેણે 68.4ની રનરેટથી 342 રન બનાવ્યા હતા. પરંતુ તેમાં તે એક પણ સદી ફટકારી શક્યો ન હતો.