નળસરોવર પાસે આવેલા કેન્સ વિલે ગોલ્ફ કોર્સ ખાતે ૨૬મી જાન્યુઆરીથી રમાનારી ગુજરાત કેન્સવિલે ચેલેન્જ ૨૦૧૨ની પૂર્વસંધ્યાએ બ્રિટિશ ગોલ્ફ ટ્રિક આર્ટિસ્ટ કેવિન કારપેન્ટરે સાઇકલ તથા જિમ્નેશિયમ બોલ પર બેલેન્સ રાખીને ગોલ્ફની વિવિધ ટ્રિકનું પ્રદર્શન કરીને તમામને મુગ્ધ કર્યા હતા.
‘કેસી ગોલ્ફ શો’ તરીકે જાણીતા બનેલા કેવિને ‘હેન્ડ એન્ડ આઇ કોર્ડિનેશન’, બોલ બેલેન્સ, લેફ્ટ અને રાઇટ રિવર્સ સ્વિંગના દિલધડક સ્ટ્રોકસનું પ્રદર્શન કર્યું હતું.
કેવિને પોતાની આ નવી હોબી અંગે જણાવ્યું હતું કે ૨૦૦૫માં સર્વપ્રથમ વર્લ્ડ ટ્રિક શોટ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાંથી મને મારી અલગ પ્રકારની સ્કિલ વિકસાવવાની પ્રેરણા મળી હતી.