વર્લ્ડકપ હોય કે પછી કોઈ અન્ય શ્રેણી પરંતુ ભારત અને પાકિસ્તાન આમને સામને હોય ત્યારે તે મેચ ના રહેતા એક યુદ્ધ બની જતુ હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ સમયનો રોમાંચ તેની ચરમસીમાએ હોય છે.
31 વર્ષ પહેલા 20 જાન્યુઆરીના રોજ ભારતે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી કારમો પરાજય આપ્યો હતો.
વર્ષ 1980માં રમાયેલી આ ઘરેલુ શ્રેણીનો હિરો રહ્યા હતા લિજેન્ડરી સુકાની કપિલ દેવ અને બેટ્સમેન સુનીલ ગાવસ્કર. ભારતીય ટીમે 27 વર્ષના લાંબા અંતરાલ બાદ પાકિસ્તાન સામે શ્રેણી જીતી હતી.
મદ્રાસમાં રમાયેલી શ્રેણીની પાંચમી ટેસ્ટમાં મળેલા 10 વિકેટની વિજયમાં ગાવસ્કરે 166 રન અને કપિલ દેવે 84 રનની ઈનિંગ્સ રમી હતી. આ શ્રેણી ભારતે 2-0થી જીતી હતી.