શ્રીલંકા સામેની ફાઈનલ મેચ પૂર્વે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બેટિંગમાં વધુ યોગદાન આપવાની જરૂર છે.
ગત મેચમાં જાડેજા શૂન્ય રને આઉટ થયો હતો. ધોની એવું ઈચ્છે છે કે તે બેટ વડે પણ કરિશ્મા બતાવે.
ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે જો તમે પાંચ બોલરો સાથે રમવા માગતા હોવ તો તે જરૂરી છે કે તેમાંથી એક કે બે બોલર સારી બેટિંગ કરી શકે. જાડેજામાં આ શક્તિ રહેલી છે, કારણ કે તેણે આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. જે રીતે તે બોલિંગમાં સારૂ પ્રદર્શન કરે છે તેવી રીતે અમે ઈચ્છીએ છીએ કે તે બેટિંગમાં પણ સારૂ પ્રદર્શન કરે.
યુવા ખેલાડીઓ અંગે બોલતા ધોનીએ કહ્યું હતું કે ખેલાડીઓ માટે શિખવાની અહિ સારી તક હતી. ઘણા યુવા ખેલાડીઓને અહિં તક આપવામાં આવી હતી. જેમાંથી ઘણાએ સારૂં પ્રદર્શન પણ કર્યું હતું.
*