ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરવામાં સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાનની ટીમને બેટિંગ કોચ તરીકે સેવા આપવા પૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકે તૈયાર છે.
હકે એક ન્યુઝ એજન્સીને જણાવ્યા અનુસાર ટીમને એક ફુલ ટાઇમ બેટિંગ કોચની જરૂર છે. અને જો કોઇપણ તેમને આ પોસ્ટ અંગે ઓફર કરશે તો તે જવાબદારી સંભાળવા તૈયાર છે. હું ખરેખર
નોટિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં કરવામાં આવેલા 358 રન સામે પાકિસ્તાનની બેટિંગ લાઇન અપ સંઘર્ષ કરતી જોવા મળી હતી. અને એક સમયે તેની નવ વિકેટ 147 પર જતી રહી હતી. તેમજ ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બન્ને ટેસ્ટમાં પણ પાકિસ્તાન એકપણ ઇનિંગમાં 250થી વધારે રન નોંધાવી શક્યું ન હતું. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ જીતવા પાછળનો શ્રેય પણ બોલરોના ફાળે જાય છે કે જેઓએ ઓસ્ટ્રેલિયાને પહેલા દિવેસ 88 રન પર ઓલઆઉટ કરી નાંખ્યું હતું.
ત્યારે પાકિસ્તાન તરફથી 120 ટેસ્ટ અને 378 વનડે મેચ રમી ચુકેલા પૂર્વ સુકાની ઇન્ઝમામે કહ્યું છે કે, હાલની ટીમ ટેક્નિકલ રીતે ટેસ્ટ ટીમને હેન્ડલ કરી શકે તેમ નથી. તેઓને એક બેટિંગ કોચની જરૂર છે. જે તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકે. અને હું આ જવાબારી સ્વિકારવા તૈયાર છું. કારણ કે, પાકિસ્તાન ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલની ટેસ્ટ ટીમના બેટ્સમેન જરૂરી ટેક્નિક સાથે રમી રહ્યાં નથી. તેઓ અનુભવના અભાવના કારણે 20 કે 30 જેટલા રન બનાવીને આઉટ થઇ જાય છે. જે ટેસ્ટ ક્રિકેટ માટે પુરતા નથી.