એએફસી ચેલેન્જ કપ ફૂટબોલ ટૂનૉમેન્ટની પૂર્વતૈયારીરૂપે ભારતીય ફૂટબોલ ટીમ ૨૭મી ફેબ્રુઆરીએ અઝૈરબૈજાન સામે દુબઈમાં એક ઇન્ટરનેશનલ ફૂટબોલ મૈત્રી મેચ રમશે. ૨૭મીની આ મેચ અગાઉ ભારતની ટીમ ૨૩મીએ મસ્કત ખાતે ઓમાન સામે પણ એક મેચ રમવાની છે. જોકે વિશ્વ ફૂટબોલમાં ભારત કરતાં તેની આ બંને હરીફ ટીમ વધારે મજબૂત છે.
ઇન્ટરનેશનલ ફિફા રેન્કિંગમાં ભારત અત્યારે ૧૫૮મો ક્રમાંક ધરાવે છે જેની સરખામણીએ ઓમાનની ટીમ ૯૧ તથા અઝૈરબૈજાનની ટીમ ૧૧૧મા ક્રમે છે. નેપાળના કાઠમંડુ ખાતે આઠમી માર્ચથી એએફસી ચેલેન્જ કપ ફૂટબોલ ટૂનૉમેન્ટનો પ્રારંભ થવાનો છે.
તેમાં વિજેતા થનારી ટીમ અસ્ટ્રેલિયામાં ૨૦૧૫માં યોજાનારા એશિયન કપ ફૂટબોલમાં ક્વોલિફાઇ થશે. આમ આ ટૂનૉમેન્ટ ભારત માટે ઘણી મહત્વની છે. એશિયન કપમાં ભારત ચેમ્પિયન છે અને એ રીતે ભારત તેમાં રમી શકશે.