ભારતની નેશનલ ફૂટબોલ ટીમે લિસ્બનમાં પોતાના પોર્ટુગલના પ્રવાસની અંતિમ પ્રેક્ટિસ મેચમાં થર્ડ ડિવિઝનની ટીમ ઓડિવેલાસ ફૂટબોલ ક્લબ સામે ૧-૧થી ડ્રોનું પરિણામ મેળવ્યું હતું.
ભારતે પોર્ટુગલના પ્રવાસમાં કુલ દસ મેચો રમી હતી જેમાં તેણે છ મેચમાં વિજય અને બે મેચમાં પરાજયનું પરિણામ મેળવ્યું હતું. છેલ્લી મેચના પ્રથમ હાફ સુધી બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
પોર્ટુગલની ટીમે ૬૦મી મિનિટે સરસાઇ મેળવી હતી પરંતુ ભારતે બે મિનિટ બાદ એનએસ મંજુના ગોલની મદદથી ગોલ કરીને સરસાઈ ૧-૧થી સરભર કરી હતી. બંને ટીમો બીજા હાફમાં વધુ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.