શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને યજમાન ટીમ વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. મેચમાં ગૌતમ ગંભીરે 97 રન અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નોટ આઉટ રહી અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ મુંબઈમાં નવો ઈતિહાસ રચ્યો છે. 2011ના મુકાબલામાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી ભારતે વર્લ્ડકપ પર કબ્જો કરી લીધો છે. - તમામ તસવીરો એએફપી