Live: ટોસ જીતી ભારત બેટિંગમાં, સેહવાગ આઉટ, રહાણે ઈન
- પાંચમી અને અંતિમ વનડેમાં શ્રીલંકાનો 20 રને પરાજય
- ભારતે 4-1થી શ્રેણી જીત, વનડે રેન્કિંગમાં નં-2 બન્યું ભારત
- મેન ઓફ ધ મેચ ઈરફાન પઠાણની પાંચ વિકેટ
ઈરફાન પઠાણે મચાવેલા તરખાટ સામે લાહિરૂ થિરિમને અને જીવન મેન્ડિસે લડાયક અડધી સદીઓ ફટકારી હોવા છતાં પાંચમી અને અંતિમ વનડેમાં શ્રીલંકાનો 20 રને પરાજય થયો છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની પાંચ વનડે મેચની શ્રેણીને 4-1થી જીતી લીધી છે. આ ઉપરાંત વનડે રેન્કિંગમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે.
પેલાકેલ્લે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે શ્રીલંકા સામે 295 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, યજમાન ટીમની શરૂઆત સારી નહોતી રહી. બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. પરંતુ બાદમાં થિરિમને અને જીવન મેન્ડિસે વળતી લડત આપી હતી. આ બન્નેએ છેલ્લે આક્રમક બેટિંગ કરીને ભારતની ચિંતાઓ વધારી દીધી હતી. પરંતુ શ્રીલંકા 45.4 ઓવરમાં 274 રનમાં ઓલ-આઉટ થઈ જતા આ બન્ને ખેલાડીઓની અડધી સદીઓ બેકાર ગઈ હતી.
શ્રીલંકા તરફથી થિરિમનેએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. જ્યારે મેન્ડિસે 72 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ઉપુલ થરંગાએ 31 અને થિસારા પરેરાએ 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઈરફાન પઠાણે 5 વિકેટ લીધી હતી. જ્યારે અશોક ડિંડાને 2 તથા ઝહિર ખાનને 1 વિકેટ મળી હતી. શ્રીલંકાના બે બેટ્સમેનો રન આઉટ થયા હતા. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 294 રન બનાવ્યા હતા.







