ભારત નહીં, બે ‘કિંગ’ માટે મહત્વની છે કિવિ સામેની ટી20 શ્રેણી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં શનિવારના રોજ બે ટી20 મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ માટે બન્ને ટીમો બુધવારના જ વિશાખાપટ્ટનમ ખાતે પહોંચી ગઈ છે.
બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઈટવોશ કરનારી ભારતીય ટીમ હાલમાં આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેથી દેખીતી રીતે જ ટીમ ઈન્ડિયાનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.
આ બે ટી20 મેચની શ્રેણી બન્ને દેશો માટે મહત્વની રહેશે. તેમાં પણ ભારત માટે અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે પણ શ્રેણી વધારે મહત્વની છે.
આ શ્રેણી ખાસ તો એટલા માટે મહત્વની છે કે 18 સપ્ટેમ્બરથી જ શ્રીલંકામાં ટી20 વર્લ્ડકપની શરૂઆત થવા જઈ રહી છે. બન્ને દેશો આ શ્રેણી દ્વારા પોતાની ક્ષમતા તપાસશે. આ ઉપરાંત બન્ને ટીમોને વર્લ્ડકપ પહેલા સારી એવી પ્રેક્ટિસ પણ થઈ જશે.
આ સિવાય ભારત માટે બીજી રીતે પણ આ શ્રેણી મહત્વની છે. આવો જોઈએ કેવી રીતે ભારત માટે મહત્વની છે આ શ્રેણી....
તેના લીધે ભારત-કિવિ ખેલાડીઓએ પૂરાઈ રહેવું પડ્યું રૂમમાં
શનિવારની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ચેમ્પિયન યુવરાજ
Video: મોંમાં આંગળા નખાવી દે તેવો ટેબલ ટેનિસનો એક શોટ
“મેં ક્યાં કહ્યું છે કે સચિન તેંડુલકરે નિવૃત્તિ લેવી જોઈએ”
અત્યારે ક્રિકેટને અલવિદા ના કહેતો સચિન...






