Divya Bhaskar
SPORTS
Home » Sports » Cricket » Latest News » India Vs England Fourth Test Live

Live: ઇંગ્લેન્ડની રક્ષાત્મક રણનીતિ, ટેસ્ટ ડ્રો ભણી

divyabhaskar.com | Dec 17, 2012, 09:33AM IST
Live: ઇંગ્લેન્ડની રક્ષાત્મક રણનીતિ, ટેસ્ટ ડ્રો ભણી

- નાગપુર ટેસ્ટ મેચ ડ્રો, ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી

- 28 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમે ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી

- બીજા દાવમાં જોનાથન ટ્રોટ અને ઈયાન બેલની શાનદાર સદી

- જેમ્સ એન્ડરસનની ચાર વિકેટ, બન્યો મેન ઓફ ધ મેચ

- ઈંગ્લિશ સુકાની એલિસ્ટર કૂક બન્યો મેન ઓફ ધ સીરિઝ
ઘરઆંગણાની વાઘ ગણાતી ટીમ ઈન્ડિયાને શાનદાર બોલિંગ અને બેટિંગ પ્રદર્શન કરીને અંગ્રેજોએ તેમના જ ઘરે આવીને શરમજનક શ્રેણી પરાજય આપ્યો છે. ભારતની કંગાળ બેટિંગ અને ધારવગરની બોલિંગના કારણે નાગપુર ખાતે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો કરીને ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. આમ ઈંગ્લેન્ડે 28 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ધરતી પર શ્રેણી જીતી છે.ચોથા દિવસે પ્રથમ દાવ જલદીથી ડિક્લેકર કરીને જીતની તકો ઉભી કરવાની ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના ઈરાદા પર જોનાથન ટ્રોટ અને ઈયાન બેલે પાણી ફેરવી દીધું હતું. ટ્રોટ અને બેલની શાનદાર સદીઓ અને બેવડી સદીની ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડ ચોથી અને અંતિમ ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું. ઈંગ્લેન્ડે તેનો બીજો દાવ 4 વિકેટે 352 રને દાવ ડિક્લેર કર્યો હતો. ટ્રોટે 143 રન બનાવ્યા હતા. જ્યારે ઈયાન બેલ 116 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ ઉપરાંત જો રુટ પણ 20 રને અણનમ રહ્યો હતો.આ પહેલા ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં 330 રનના જવાબમાં ચોથા દિવસે ભારતે 9 વિકેટ 326 રને પોતાનો પ્રથમ દાવ ડિક્લેકર કર્યો હતો. ચાર રનની નજીવી સરસાઈ સાથે ઈંગ્લેન્ડની ટીમે પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો. ઓપનર એલિસ્ટર કૂક અને નિક કોમ્પટનની બેટિંગ જોતા ખ્યાલ આવી ગયો હતો કે પ્રવાસી ટીમ આ મેચમાં જોખમ લેવા નથી ઈચ્છતી અને તે મેચ ડ્રો કરવાની શ્રેણી જીતવા ઈચ્છે છે. ચોથા દિવસે ભારતે કૂક, કોમ્પટન અને પીટરસનની વિકેટો લીધી હતી.પરંતુ બાદમાં જોનાથન ટ્રોટ અને ઈયાન બેલની જોડીએ ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું અને મેચને ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી. જોનાથન ટ્રોટે ભારતની બિનઅસરકારક બોલિંગ સામે મક્કમતાથી બેટિંગ કરી હતી અને પોતાની સદી પૂરી કરી હતી. ટ્રોટે શાનદાર 143 રન બનાવ્યા હતા અને અશ્વિનના બોલ પર આઉટ થયો હતો. પરંતુ ઈયાન બેલ 306 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 116 રન બનાવીને અને જો રુટ 20 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી બીજા દાવમાં અશ્વિને બે વિકેટ લીધી હતી જ્યારે પ્રજ્ઞાન ઓઝા અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.- ચોથા દિવસનો હાલઇંગ્લેન્ડની ટીમ જોનાથન ટ્રોટના શાનદાર અણનમ ૬૬ રનની મદદથી ભારત સામે ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંતે ૧૬પ રન આગળ થયા બાદ ૨૮ વર્ષ પછી અહી ટેસ્ટ શ્રેણી જીતવા તરફ વધી રહી છે.ભારતે ઇંગ્લેન્ડની રક્ષાત્મક થઇને રમવાની રણનીતિને સફળ ન થવા દઇને તેના ટોચના ક્રમના એલેસ્ટર કૂક, નિક ક્રોમ્પટન અને કેવિન પીટરસનને સસ્તામાં આઉટ કરી દીધા હતા પણ અંત સુધીમાં તેમને બીજી કોઇ સફળતા મળી ન હતી. ઇંગ્લેન્ડ દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધીમાં ત્રણ વિકેટના નુકસાને ૧૬૧ રન નોંધાવી લીધા હતા અને હાલમાં તે ભારત કરતાં ૧૬પ રન આગળ થઇ ગયું છે. મહેમાન ટીમ ચોથી ટેસ્ટને ડ્રો કરીને શ્રેણીને ૨-૧થી જીતવાની ઇચ્છા ધરાવી રહ્યું છે.ચોથા દિવસની રતમનો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો..... નાગપુર ટેસ્ટ ડ્રો ભણી, ભારતમાં અંગ્રેજો ઈતિહાસ રચવાના આરે

  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 7

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment