Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Cricket >> Latest News
 

હાશ! અંતે ભારત જીત્યું, સતત બીજા વ્હાઈટવોશમાંથી બચ્યું

 
Source: divyabhaskar.com   |   Last Updated 12:39 AM [IST](04/02/2012)
 
 
 
 
 

- બીજી ટી20 મેચમાં ભારતનો 8 વિકેટે વિજય
- બે ટી20 મેચની શ્રેણી 1-1થી સરભર રહી
- ગૌતમ ગંભીરની અણનમ અડધી સદી


બોલિંગ અને ફિલ્ડિંગમાં ચુસ્ત પ્રદર્શન કર્યા બાદ ગૌતમ ગંભીરની શાનદાર અણનમ અડધી સદીની મદદ મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી ટી20 મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ વિદેશી ધરતી પર હારની હારમાળા તોડવામાં સફળ રહ્યું છે.

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાએ આપેલા 132 રનના લક્ષ્યાંકને 2 વિકેટ ગુમાવીને 2 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ભારતે બીજી ટી20 મેચ 8 વિકેટ જીતીને બે મેચની શ્રેણીને 1-1થી સરભર કરીને બીજો વ્હાઈટવોશ થતો અટકાવ્યો છે.

ભારત તરફથી ઓપનર ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગ કરતા 56 રન બનાવ્યા હતા અને અંત સુધી નોટ-આઉટ રહ્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલીએ 31, સેહવાગે 23 અને સુકાની ધોનીએ અણનમ 21 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બ્રેડ હોગ અને મિશેલ માર્શને 1-1 વિકેટ મળી હતી.

- આક્રમક બન્યા બાદ સેહવાગ આઉટ

132 રનના લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત ધીમી રહી હતી. બે ઓવર સુધી તો વીરેન્દ્ર સેહવાગે નોન સ્ટ્રાઈકર પર ઉભા રહેવું પડ્યું હતું. જો કે ગંભીર અને સેહવાગને કાંગારૂ બોલરોએ બાંધી રાખ્યા હતા. અંતે સ્પિનર બોલિંગ આક્રમણમાં આવતા વીરેન્દ્ર સેહવાગ આક્રમક બન્યો હતો. તેણે ઝેવિયર ડોહેર્થીના બોલ પર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. જો કે તે વધારે જોખમી બને તે પહેલા જ તે બ્રેડ હોગનો શિકાર બન્યો હતો.  સેહવાગ 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો.

- કોહલી-ગંભીરની અડધી સદીની ભાગીદારી

વીરેન્દ્ર સેહવાગના આઉટ થયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. તેણે આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ગંભીર સાથે મળીને તેણે મક્કમતાપૂર્વક સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું. ગંભીર અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી. જો કે આ ભાગીદારી ભારતને મેચ જીતાડી દે તે પહેલા જ વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. મિશેલ માર્શે કોહલીને વિકેટ પાછળ વેડેના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 24 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા.

- ગૌતમ ગંભીરની અણનમ અડધી સદી

ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગ કરીને ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરે પહેલા સેહવાગ સાથે મળીને ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી. બાદમાં તેણે વિરાટ કોહલી સાથે મળીને અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ ધોની સાથે મળીને તેણે ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. ગૌતમ ગંભીરે 60 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. જ્યારે ધોની (અણનમ 21 રન) સાથે અતૂટ 38 રનની ભાગીદારી નોંધાવી હતી.

- ઓસ્ટ્રેલિયાની બેટિંગ

આ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 19.4 ઓવરમાં 131 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર એરોન ફિંચે 36 અને મેથ્યુ વેડેએ 32 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ હસ્સીએ 24 અને મિશેલ માર્શે 13 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય એક પણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો નહોતો.

આ મેચમાં ભારતીય બોલિંગ કરતા ભારતીય ટીમની ફિલ્ડિંગ ઘણી જ અદ્દભૂત રહી હતી. તેનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે યજમાન ટીમની 10 વિકેટમાંથી 4 ખેલાડીઓ રન આઉટ થયા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 2 અને રોહિત શર્મા તથા સુરેશ રૈનાએ 1-1 રન આઉટ કર્યા હતા. જ્યારે પ્રવીણ કુમારે અને રાહુલ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. જાડેજા અને વિનય કુમારને 1-1 વિકેટ મળી હતી.

- પ્રવીણ કુમારનો પ્રહાર, વોર્નર-માર્શ લાચાર

પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયન ટીમ માટે થોડો ખોટો સાબિત થયો. કેમ કે પ્રવીણ કુમારે તેની બીજી અને મેચની ત્રીજી જ ઓવરમાં તરખાટ મચાવી દીધો હતો. સૌ પ્રથમ તેણે વિસ્ફોટક ડેવિડ વોર્નરને પોતાનો શિકાર બનાવ્યો હતો. વોર્નર એક ચોગ્ગાની મદદથી 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ગંભીરે બાઉન્ડ્રી પર વોર્નરનો સુંદર કેચ પકડ્યો હતો.

ત્યાર બાદ ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળ રહેલો શોન માર્શ મેદાનમાં આવ્યો હતો. જો કે તે હજી સેટ થાય તે પહેલા જ તે આઉટ થઈ ગયો હતો. વોર્નર ત્રીજી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો જ્યારે આ જ ઓવરના પાંચમાં બોલ પર માર્શ પેવેલિયન ભેગો થયો હતો. માર્શ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને બે બોલ રમીને આઉટ થયો હતો.

- જાડેજાની અદ્દભૂત ફિલ્ડિંગ, કાંગારૂઓને બે ઝટકા

ઉપરા ઉપરી બે વિકેટ પડી ગયા બાદ ઓપનર એરોન ફિંચે સ્કોર બોર્ડને ફરતું રાખવાની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. તેણે ઘણા આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. જો કે રવિન્દ્ર જાડેજાની અદ્દભૂત ફિલ્ડિંગના કારણે ફિંચની આક્રમક ઈનિંગ્સનો અંત આવ્યો હતો. ફિંચે 23 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાની ચુસ્ત ફિલ્ડિંગની વધુ એક કમાલ દેખાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયન સુકાની જ્યોર્જ બેઈલીને રન આઉટ કર્યો હતો. બેઈલી 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો.

- ચાલી રાહુલ-જાડેજાની ફિરકી

રવિન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગમાં તો કમાલ કર્યો જ હતો પરંતુ સાથે સાથે બોલિંગમાં પણ તેણે પોતાનો કમાલ દેખાડતા એક વિકેટ મેળવી હતી. જાડેજાએ શાનદાર બેટિંગ કરી રહેલા ડેવિડ હસ્સીને આઉટ કરીને તેને મોટી ઈનિંગ્સ રમતા અટકાવ્યો હતો. હસ્સી 29 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી 24 રને જાડેજાના બોલ પર જાડેજાના જ હાથે કેચ આઉટ થયો હતો.

ત્યાર બાદ રાહુલ શર્માએ પણ પોતાની ફિરકીનો જાદૂ દેખાડ્યો હતો અને બે કાંગારૂઓના શિકાર કર્યા હતા. તેણે સૌ પ્રથમ મિશેલ માર્શને આઉટ કર્યો હતો. માર્શ 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ પાછળ ધોનીએ માર્શનો અદ્દભૂત કેચ કર્યો હતો. જ્યારે ઈનિંગ્સની અંતમાં રાહુલે બ્રેડ હોગને 4 રન પર પેવેલિયન ભેગો કર્યો હતો.

- રોહિત શર્માના થ્રો પર વેડેનો વિસ્ફોટ બંધ

બીજી ટી20માં ભારતીય ફિલ્ડિંગ ઘણી જ ચુસ્ત રહી હતી. પહેલા જાડેજાએ બે રન આઉટ કર્યા હતા ત્યાર બાદ રોહિત શર્માએ પણ એક શાનદાર થ્રો કરીને મેથ્યુ વેડેને આઉટ કર્યો હતો. જો કે આ પહેલા મેથ્યુ વેડેએ આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ મેચના હીરો રહેલો વેડે આ મેચમાં મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. જો કે તેણે આક્રમક બેટિંગ કરતા 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 29 બોલમાં 32 રન બનાવ્યા હતા.

- ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

પ્રથમ ટી20 મેચમાં 31 રને પરાજય સહન કરનારી ભારતીય ટીમમાં કોઈ પરિવર્તન કરવામાં નથી આવ્યું. આ પહેલા ઈરફાન પઠાણના સમાવેશની શક્યતાઓ જણાતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં બે પરિવર્તન કરવામાં આવ્યા છે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1

Advertisement
 
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.