ભારતની સાથે ગુરૂવારે રોગિંરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવનારી ખિતાબી મેચ જીતીને શ્રીલંકન ટીમ હેટ્રિક પૂર્ણ કરવા આતૂર છે. બીજી બાજુ ભારતીય ટીમને 15 વર્ષ બાદ ખિતાબ જીતવાની તક મળી છે. શ્રીલંકાની ટીમે 2006 અને 2008માં સતત બે વાર આ ખિતાબ જીત્યો હતો.
2008માં એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું. ભારતે 1995માં શારજહામાં જીત હાસિંલ કરી હતી. આ વખતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો એશિયા કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.
આવામાં એશિયાકપમાં વર્ચસ્વ માટે ભારતને કોઈ પણ સંજોગોમાં શ્રીલંકાને હરાવવું પડશે. ભારતે બે લીગ મેચમાં જીત હાસિંલ કરી હતી, પરંતુ મંગળવારે ભારતીય ટીમે શ્રીલંકા સામે પરાજય મેળવ્યો હતો. શ્રીલંકાએ પોતાની ત્રણેય લીગ મેચ જીતી છે.