એમ. એસ. ગિલે પ્રશ્નાર્થ કર્યો હતો કે જો આ બંને ખેલાડીઓ વિશ્વસ્તરે સાથે રમી શકતા હોય તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં ? મારા મતે આ જોડીની સફળતાનાં કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા રમતના સંબંધોમાં સુધારો થશે.
ગિલે જણાવ્યું હતું કે હું જોઇ રહ્યો છું કે બોપન્ના અને કુરેશી લાંબા સમયથી સાથે રમી રહ્યા છે અને બંને વચ્ચે ગજબનો તાલમેલ છે.