પર્દાપણ મુકાબલામાં જ લોકોના દિલ જીત્યા બાદ અચાનક નિરાશા સાંપડી હતી અને ત્યારપછી એલએ મેટાડોર્સ સામે પ્રભાવિશાળી વિજય મેળવીને અમે અમારા આગમનની જોરદાર જાહેરાત કરી હતી. વેંકીના મુંબઇ ફાઇટર્સ માટે આ ચઢાવઉતારવાળી સ્થિતિ રહી હતી. હવે સિઝનની એવી સ્થિતિમાં અમે છીએ જ્યાં એક પણ મેચ ગુમાવવી અમને પાલવે તેમ નથી. અમારી પાસે માત્ર આઠ પોઇન્ટ છે અને ગ્રૂપ-એમાં અમે પાંચમા ક્રમે છીએ. બેંગકોક એલિફન્ટ સામે શુક્રવારે રમાનારો મુકાબલો અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.
એલએ મેટાડોર્સ સામે પ્લેઓફમાં રમવા માટે અમે લડી રહ્યા છીએ. મેટાડોર્સ દસ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. તિળયાના સ્થાને રહેલા બેંગકોક સામેનો મુકાબલો કંઇક અંશે રાહત અપાવે તેવો રહેશે પરંતુ તેમણે એસ્ટાના આર્લેન્સ સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું તે અમારે ભૂલવું જોઇએ નહીં. થાઇ ટીમે સતત સારો દેખાવ કર્યો છે. તેમની પાસે ૨૦૦૪ ઓલિમ્પિક્સનો સિલ્વરમેડાલિસ્ટ બોક્સર છે.
બેન્ટમ વેઇટમાં થાઇના થાથી ડોનાચી તથા વુટ્ટીચાઇ મસુકે એસ્ટાના સામે બે વિજય મેળવીને અપસેટ સજર્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં અમે વધુ પાંચ નવા બોક્સરને અમારી સાથે સાંકળ્યા છે. ઇવાન ઇનત્સ્કાય, સર્જેઈ મેલયકે, ચાર્લી સુઆરેઝ, કોનસ્ટેન્ટિન સ્નિગોર તથા મિરબેક શિરોવમાંથી કોઇ ત્રણ બોક્સર મુંબઇ ફાઇટર્સ તરફથી આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં પર્દાપણ કરે તેવી સંભાવના છે.