પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનમિસ્બાહ ઉલ હકનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સ્પોટ ફિક્સિંગના મુદ્દે જેલની સજા ભોગવીને બુધવારે બહાર નીકળનારા ઝડપી બોલર મોહમ્મદ આમેરના ભાગ્યનો નિર્ણય કરવો જોઈએ.
આમેરને વર્ષ 2010માં સ્પોટ ફિક્સિંગના મુદ્દે છ મહીનાની જેલની સજા આપવામાં આવી હતી પરંતુ ત્રણ મહીનામાં જ તેને છોડી દેવાયો છે. હવે તે આઈસીસી દ્વારા પોતાના ઉપર લગાવાયેલા પાંચ વર્ષ(2015 સુધી)ના પ્રતિબંધ સામે અપીલ કરશે.
- આમેર જેવો જ આ પ્રતિબંધથી પરિપક્વ થશે તેનુ ભવિષ્ય સ્પષ્ટ થઈ જશે.
- ક્રિકેટ ખેલાડી હોવાથી અમે આ પ્રકારની ઘટનાઓ ઉપર દુઃખ વ્યક્ત કરીએ છીએ
- આમેરના સંબંધમાં કોઇ પણ નિર્ણય લેવાનો હક આઈસીસી પાસે છે
- આવામાં એ જ કહી શકાય છે કે આ પ્રકારની ઘટનાઓ ફરીવાર નહીં બને
મિસ્બાહનું કહેવું છે કે આમેર જેવો જ આ પ્રતિબંધથી પરિપક્વ થશે તેનુ ભવિષ્ય સ્પષ્ટ થઈ જશે. પ્રતિબંધ પૂરો થતા તે 24 વર્ષનો થઈ જશે અને આ ઉંમરે પણ તે ટીમમાં પરત શામેલ થઈ શકે છે.
મિસ્બાહનું કહેવું છે કે "ક્રિકેટ ખેલાડી હોવાથી અમે આ પ્રકારની ઘટનાઓ ઉપર દુઃખ વ્યક્ત કરીએ છીએ પરંતુ આ સંબંધે કઈ કરી શકાય એમ નથી. આમેર પ્રતિબંધ પુરો કરતાની સાથે જ ટીમમાં પરત ફરી શકે છે, પરંતુ તેનો નિર્ણય આઈસીસી અને પીસીબીએ કરવાનો રહેશે."
આ સંબંધે કેપ્ટન એન્ડ્રૂ સ્ટ્રોસે પણ મિસ્બાહ સાથે સહાનુમતિ દર્શાવી છે. સ્ટ્રોસનું કહેવું છે કે "આમેરના સંબંધમાં કોઇ પણ નિર્ણય લેવાનો હક આઈસીસી પાસે છે. આ ખેલાડીઓને પોતાના કર્યાની ભારે સજા મળી ચુકી છે. આવામાં એ જ કહી શકાય છે કે આ પ્રકારની ઘટનાઓ ફરીવાર નહીં બને."