સ્પોટ ફિક્સિંગના વિવાદમાં ફસાયેલા પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ગયા મહિને ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન નો બોલ ફેકંવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે નવી વાત બહાર આવી છે. જેમાં જણાવાયું છે કે, વાઇડ બોલ પણ ફિક્સ કરવામાં આવી હતી.
આઇસીસીના એન્ટી કરપ્શન યૂનિટના એડ્વાઇઝર માર્ક ડેવિસે આમિર દ્વારા નાંખવામાં આવેલી લોર્ડ્સ મેચની પ્રથમ બોલ વાઇડ હોવા અંગે શંકા વ્યક્ત કરતા તે અંગે પણ તપાસ કરાવવા અનુરોધ કર્યો છે. એ વાઇડ બોલમાં ઇંગ્લેન્ડને પાચ રન મળ્યા હતા.
સટ્ટેબાજી મામલાના વિશેષજ્ઞ ડેવિસે કહ્યું કે, પ્રથમ બોલમાં પાંચ રન બનશે તે પ્રકારની સટ્ટેબાજી ભારત અને અન્ય એશિયાના દેશોમાં સામાન્ય છે. પ્રથમ બોલ વાઇડ ફેંકાઇ એ પહેલાની બોલ પર સટ્ટો લગાવી શકાય છે. ત્યાર બાદ પ્રથમ બોલથી બનનાર રન, પહેલી ઓવરમાં બનનાર રન, પહેલી ત્રણ ઓવર અથવા 15 ઓવરો વચ્ચે બનનાર રન વચ્ચે પણ સટ્ટેબાજી સંભવ છે.
ડેવિસે આ મેચ દરમિયાન કોમેન્ટેટરોની એ દલીલને પણ દરીયો આપ્યો હતો કે, લોર્ડ્સ મેદાન પર ઢીલાશના કારણે આ બોલ વાઇડ પડી હતી. તેમણે કહ્યું કે, એક ટોચના બોલર પાસેથી આ પ્રકારની બોલ ફેંકવામાં આવશે તેવી અપેક્ષા રાખી શકાતી નથી.