શનિવારે રમાયેલી આઈપીએલની મેચમાં અચાનક જ રીતિક રોશને હાજરી આપીને ઉપસ્થિત સૌને ચોકાવી દીધા હતા. રીતિક રોશને ગૌરી ખાન અને શાહરુખ ખાનને આપેલું વચન પાળી કોલકત્તા ટીમની મેચ જોવા હાજર રહ્યો હતો. મેચના એક દિવસ પહેલા રીતિકે સવારે ચાર વાગ્યા સુધી ‘અગ્નિપથનું શુટિંગ કર્યું, ત્યાર બાદ તે સવારે વહેલા ઉઠીને એક કોમર્સિયલ શુટ કરી તે મુંબઈથી સીધો કોલકત્તા રવાના થયો હતો. જ્યા રીતિક અર્જુન રામપાલ, શાહરુખ ખાન, અને ગૌરીખાન સાથે નજરે પડ્યો હતો.
રીતિકે જણાવ્યું હતું કે ‘ ભારતમાં પહેલીવાર સ્ટેડિયમમાં ઉભા રહીને લાઈવ મેચ નિહાળવાનો મારો આ પ્રથમ અનુભવ હતો, હું અહીંયા ગૌરીને ચીઅર કરવા આવ્યો હતો. મેચ દરમિયાન હું ઘણો તણાવમાં હતો કારણ કે મે ગૌરીને પ્રોમીસ કર્યું હતું કે હું આવીશ તો આપણે જરૂર જીતીશું. અને અમે જીતી ગયા જેનાથી મારી ઇજ્જત બચી ગઈ’
અત્રે કોઈ શંકા નથી કે રીતિક શાહરૂખની ટીમ માટે લકી છે, એટલે કદાચ નાઈટ રાઈડરની અન્ય મેચોમાં પણ રીતિક સ્ટેડિયમમાં નજરે પડશે એવું માની શકાય.