વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી થિયેરી હેનરીને આર્સેનલ માટે પોતાના પુનરાગમનને યાદગાર બનાવવા માટે સોમવારે માત્ર દસ મિનિટ લાગી હતી. અમિરાત સ્ટેડિયમ ખાતે રમાયેલી એફએ કપ ફૂટબોલ લીગ મેચમાં લીડ્ઝ યુનાઇટેડ સામેની મેચમાં હેનરી દસમી મિનિટે ગોલ નોંધાવીને આર્સેનલને ૧-૦નો વિજય અપાવ્યો હતો.
ફ્રાન્સના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી હેનરીએ ૨૦૦૭ના જુન મહિનામાં આર્સેનલ માટે મેચ રમી હતી એ પછી તે પહેલી વાર ગનર્સની ટીમ માટે રમી રહ્યો હતો. આ ક્લબ માટે તે સૌથી વધારે ગોલ નોંધાવનારો ખેલાડી છે.
ગયા સપ્તાહે તેણે ન્યૂર્યોક રેડબુલ્સમાંથી બે મહિનાનો વિરામ લીધો હતો અને હવે તે આર્સેનલ માટે રમી રહ્યો છે. આર્સેનલની ટીમ હાલમાં ચેમ્પિયનશિપમાં આઠમા ક્રમે છે પરંતુ હેનરીના આગમન બાદ ટીમ હજી પણ આગળના ક્રમે આવી જાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આર્સેનલ માટે આ તેનો ૨૨૭મો ગોલ હતો.