પાકિસ્તાનના ભુતપુર્વ સ્પિનર સકલૈન મુશ્તાકનું કહેવું છે કે ટ્વેન્ટી-20 ઉપર વધારે પડતુ ફોકસ હરભજન સિંહના આંતરરાષ્ટ્રિય કેરિયરને નુકસાન પહોંચાડી રહ્યું છે.
- "ખેલાડીના કેરિયરમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે અને આપણે તે સ્વિકારવું જોઇએ."
- "હરભજન ટીમ ઇન્ડિયાનો સારો ખેલાડી છે અને હારેલી મેચને જીતમાં બદલી શકે છે"
- ભારતીય ટીમ સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહીં અને તેનું સમગ્ર દોષારોપણ હરભજન ઉપર નાંખી દેવાયું
- આંપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પણ અંતે તો એક માણસ જ છે
તેમનું કહેવું છે કે "હરભજન ટ્વેન્ટી-20 ઉપર વધારે ધ્યાન આપી રહ્યો છે જેના પરિણામે તેનું આંતરરાષ્ટ્રિય કેરિયર પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. જોકે આંપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પણ અંતે તો એક માણસ જ છે અને તેની પાસેથી હમેશા સારા દેખાવની આશા ન કરી શકાય. દરેક ખેલાડીના કેરિયરમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે અને આપણે તે સ્વિકારવું જોઇએ."
આની સાથે-સાથે સકલૈને એમ પણ કહ્યું કે "ઇંગ્લેન્ડ યાત્રા વખતે ભારતીય ટીમ સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહીં અને તેનું સમગ્ર દોષારોપણ હરભજન ઉપર નાંખી દેવાયું, જેની પ્રતિકૂળ અસર તેના મનોબળ ઉપર પડી."
તેઓએ કહ્યું કે "હરભજન ટીમ ઇન્ડિયાનો સારો ખેલાડી છે અને હારેલી મેચને જીતમાં બદલી શકે છે, તેથી તેને એક વધુ મોકો આપવો જોઇએ."
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.