જોશમાં ખોઈ બેસે છે હોશ ભજ્જી, કરી નાંખે છે કંઈ આવું
divyabhaskar.com | Jul 03, 2012, 15:22PM IST

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહનો આજે એટલે કે 3 જૂલાઈના રોજ જન્મ દિવસ છે. એક સમયે ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણની જવાબદારી સંભાળી રહેલો ભજ્જી હાલમાં ટીમમાં સ્થાન પામવા માટે પ્રયત્નો કરી રહ્યો છે.
હરભજન જેટલો સારો બોલર છે તેટલો જ જીંદાદિલ વ્યક્તિ પણ છે. જો કે તે પોતાના ગરમ સ્વભાવ માટે પણ જાણીતો છે અને તેના કારણે જ તે મેદાનમાં અને મેદાનની બહાર વિવાદોને આમંત્રણ આપી બેસે છે. આવો જોઈએ ભજ્જીની કેટલીક રસપ્રદ અને વિવાદાસ્પદ બાબતો....






