Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

ન્યૂઝીલેન્ડ સામે હરભજનની અનોખી સિદ્ધિ

 
Source: Tushar Trivedi   |   Last Updated 6:09 PM [IST](23/11/2010)
 
 
 
 
 

પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શાનદાર વિજય સાથે ભારતે શ્રેણી તો જીતી લીધી પરંતુ આ શ્રેણીમાંથી ભારતને એક નવો ઓલરાઉન્ડર મળ્યો છે. હરભજનસિંઘે આ શ્રેણીમાં ૩૦૦થી વધારે રન નોંધાવવા ઉપરાંત દસથી વધારે વિકેટ ઝડપી હતી.


સામાન્ય રીતે હરભજન પાસેથી ઢગલાબંધ વિકેટોની અપેક્ષા રખાતી હોય છે, કેમ કે તે ભારતનો સ્ટ્રાઇક બોલર છે પણ આ વખતે તેણે શ્રેણીમાં બે સદી અને એક અડધી સદી સાથે ૧૦૫.૦૦ની સરેરાશથી ૩૧૫ રન નોંધાવ્યા અને એ ઉપરાંત દસ વિકેટ પણ ઝડપી. આ સિદ્ધિ નોંધાવનારો તે ભારતનો આઠમો ક્રિકેટર બન્યો છે પરંતુ હરભજનની વિશેષતા એ રહી કે તે માત્ર ત્રણ ટેસ્ટની શ્રેણી રમી રહ્યો હતો જ્યારે અત્યાર સુધીના અન્ય તમામ ઓલરાઉન્ડર આ માટે ત્રણથી વધારે ટેસ્ટ રમ્યા હતા.


અગાઉ કપિલદેવ અને વિનુ માંકડે બે-બે વખત તથા ચંદુ બોરડે, રવિ શાસ્ત્રી અને રૂસી સુરતીએ એક-એક વખત આ સિદ્ધિ નોંધાવી છે. તમામ ભારતીય ઓલરાઉન્ડરનું પ્રદર્શન આ મુજબ છે.


ખેલાડી, મેચ, રન, વિકેટ, વિ., વર્ષ


(૧) વિનુ માંકડ, ૪, ૫૨૬, ૧૨, ન્યૂઝીલેન્ડ, ૧૯૫૫-૫૬.
(૨) કપિલદેવ, ૬, ૩૨૯, ૧૭, વેસ્ટ ઇન્ડીઝ, ૧૯૭૮-૭૯.
(૩) કપિલદેવ, ૬, ૩૧૮, ૨૨, ઇંગ્લેન્ડ, ૧૯૮૧-૮૨.
(૪) ચંદુ બોરડે, ૫, ૩૧૪, ૧૬, ઇંગ્લેન્ડ, ૧૯૬૧-૬૨.
(૫) રૂસી સુરતી, ૪, ૩૬૭, ૧૫, ઓસ્ટ્રેલિયા, ૧૯૬૭-૬૮.
(૬) રવિ શાસ્ત્રી, ૬,૩૩૬, ૧૨, વેસ્ટ ઇન્ડીઝ, ૧૯૮૩-૮૪.
(૭) વિનુ માંકડ, ૫, ૩૦૬, ૧૨, ઓસ્ટ્રેલિયા, ૧૯૪૭-૪૮.
(૮) હરભજનસિંઘ, ૩, ૩૧૫, ૧૦, ન્યૂઝીલેન્ડ, ૨૦૧૦-૧૧.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.