સતત બીજી વખત ચેમ્પિયન્સ લીગમાં સ્થાન નહીં મેળવી શકવાનો મને અફસોસ છે. ગયા વર્ષે આવું ઇજાના કારણે થયું હતું અને આ વર્ષે જે ટીમ તરફથી રમતો હતો તેમાંથી એક પણ ક્વોલિફાઇ થઇ શકી નથી.
મને વિશ્વાસ છે કે સાઉથ આફ્રિકામાં ચેમ્પિયન્સ લીગને ભરપૂર સમર્થન મળશે, કારણ કે જાહેરખબરો તથા પ્રમોશન માટે સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
મને લાગે છે કે લોકોમાં આ ટૂનૉમેન્ટમાં આઈપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપની જેમ ઉત્સાહ હશે. આ ફોર્મેટમાં ખેલાડીઓને વિવિધ પરિસ્થિતિમાં રમવાનો અનુભવ મળે છે અને અલગ અલગ ટીમો સામે રમતા જોવાની તક પણ મળે છે.
આ ટૂનૉમેન્ટની વિશેષતા એ છે કે ખેલાડીઓને ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરવાનો મોકો મળે છે. આ વખતે બે નવી સાઉથ આફ્રિકન ટીમો રમશે જે વોરિયર્સ અને લાયન્સ ટીમ છે. વોરિયર્સ એક સંતુલિત ટીમ છે જેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે. તેમની પાસે કોલિન જેવા યુવાન તથા ઉત્સાહી ખેલાડીઓ છે.
મને આશા છે કે બંને ટીમો શાનદાર દેખાવ કરશે, કારણ કે તેમને અહીંની પિચનો પરિચય છે. સાઉથ આફ્રિકન ટીમ સેમિફાઈનલમાં પહોંચે તેવી મને આશા છે. તમામ મેચો અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે.