સમય મળતા HONEYMOON મનાવવા ઉપડ્યો ગૌતમ ગંભીર
Agency, Mumbai
| Jun 26, 2012, 13:27PM IST

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને અંતે પોતાનું હનિમૂન મનાવવાનો સમય મળી ગયો છે. ગંભીર પોતાની પત્ની નતાશા સાથે ઓસ્ટ્રિયા વેકેશન માણવા ગયો છે.
ગંભીરે ગયા વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયા અને આઈપીએલ માટે મેચો રમવામાં વ્યસ્ત હોવાના કારણે તે હનિમૂન પર નહોતો જઈ શક્યો. જો કે ગંભીર ટીમ સાથે તો પોતાની પત્ની નતાશાને લઈને જતો હતો પરંતુ તેને ફરવાનો વધારે સમય નહોતો મળ્યો.





