વન-ડે સિરીઝમાં કીવી ટીમનો સપાટો બોલાવી દેનાર કામચલાઉ કેપ્ટન ગૌતમ ગંભીર ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું ગૌરવવંતુ પદ સ્થાયી સ્વરુપથી મેળવી શકે છે. ક્રિકેટના જાણકાર ગંભીરમાં એક ભાવિ કેપ્ટનની ઓળખ છુપાયેલી છે. પરંતુ ગંભીરના ગ્રહો કંઈક એવા સંકેત આપી રહ્યા છે કે 2013 સુધી તે ટિમ ઈન્ડિયાનો સ્થાયી કેપ્ટન બની શકે છે.
ગંભીરના ગ્રહો આજકાલ ખૂબ સારા છે અને આ જ કારણે ખરાબ પર્ફોમન્સથી પણ તે આગળ આવ્યા છે અને ટીમને ખૂબ સરસ સફળતા અપાવી છે.જ્યોતિષીઓ માને છે કે ગૌતમ ગંભીરને આગલા કેટલાક સમય માટે ટેસ્ટ ટીમના કેપ્ટનનું સુકાન પણ સંભાળવું પડશે. 14 ઓક્ટોબર 1980ના દિવસે દિલ્લીમાં જન્મેલા ગંભીરની રાશિ મેષ છે. સૂર્ય અને ગુરુની યુતિ, મંગળનું સૂર્યની રાશિ સિંહમાં સ્થિત થવું એ બંને કારણો ગંભીરને એક સેલિબ્રીટી બનાવી રહ્યા છે.
2017 સુધી ગંભીર સ્થાયી સ્વરુપમાં ટીમ ઈન્ડિયાના સભ્ય થશે, ત્યારબાદ તેમના જીવનમાં કેટલાક ઉતાર-ચઠાવ આવશે. પંડિત મનીષ શર્માના કહ્યા પ્રમાણે 2011માં થોડા સમય સુધી તેઓ ટીમના કેપ્ટનપદે ટીમને સંભાળશે. 2013 થી તેમના માટે શ્રેષ્ઠ સમય શરુ થઈ રહ્યો છે. આ દરમ્યાન ટીમ ઈન્ડિયાનું કેપ્ટનપદ તેમને સ્થાયી સ્વરુપમાં મળી શકે છે.