Divya Bhaskar
SPORTS
Home » Sports » Cricket » Latest News » Former England Cricketer Tony Greig Dies He Was Suffered By Lung Cancer

ભૂતપૂર્વ ઈંગ્લિશ સુકાની ટોની ગ્રેગનું નિધન

Agency, New Delhi | Dec 29, 2012, 10:39AM IST
ભૂતપૂર્વ ઈંગ્લિશ સુકાની ટોની ગ્રેગનું નિધન

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની અને સ્ટાર ક્રિકેટ કોમેન્ટેટર ટોની ગ્રેગનું આજે (29 ડિસેમ્બર) નિધન થયું છે. 66 વર્ષીય ગ્રેગને લંગ (ફેફસાનું) કેન્સર થયું હતું.



ટોની ગ્રેગનું નામ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ છે. વિવાદોથી લઈને શાનદાર સદીઓ સુધી તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે.



ગ્રેગે 8 જૂન 1972ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ માન્ચેસ્ટરમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. દક્ષિણ આફ્રિકાના ક્વીંસટાઉનમાં જન્મેલા ગ્રેગે કારકિર્દીમાં રમેલી 58 ટેસ્ટમાં 40.43ની સરેરાશ સાથે 3599 રન બનાવ્યા હતા. જેમાં 8 સદી અને 20 અડધી સદી સામેલ રહી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 16,660 રન નોંધાયા છે. તેમણે 350 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે 26 સદી અને 96 અડધી સદી ફટકારી છે.



ટોની ગ્રેગ એક શાનદાર ઓલ-રાઉન્ડર હતા. તેમણે ટેસ્ટમાં 32.20ની સેરરાશ શાથે 141 વિકેટ લીધી છે. જેમાં 6 વખત તેમણે ઈનિંગ્સમાં 5 અને 2 વખત મેચમાં 10થી વધુ વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પ્રદર્શન 86 રન આપીને 8 વિકેટનું રહ્યું છે. તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં 30 માર્ચ 1974માં આ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે 856 વિકેટ લીધી છે.



ટોની ગ્રેગે એક્ટિવ ક્રિકેટ કારકિર્દી બાદ કોમેન્ટ્રીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. જોકે, આ ક્ષેત્રમાં પણ તેઓ સફળ થયા અને તેઓ વિશ્વના લોકપ્રિય કોમેન્ટેટરમાં સ્થાન પામ્યા. તેમના અવાજ અને આગવી સ્ટાઈલમાં કોમેન્ટ્રી સાંભળવા માટે લાખો પ્રશંસકો આતુર રહેતા હતા.



આગળ ક્લિક કરો અને જુઓ ટોની ગ્રેગની કારકિર્દીની અજાણી તસવીરો.....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment