બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની જીતે લીધો પ્રશંસકનો ભોગ

એશિયા કપની ફાઈનલ મેચમાં યજમાન બાંગ્લાદેશને પાકિસ્તાન વિરૂદ્ધ 2 રનથી પરાજય મળ્યા બાદ ગુરૂવારે પંચગરમાં એક ક્રિકેટ પ્રશંસકનું હ્રદયરોગના હુમલાથી મોત થયું છે.
શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને રોમાંચક અને દિલધડક ફાઈનલમાં બાંગ્લાદેશને 2 રને પરાજય આપ્યો. આ સાથે જ પાકિસ્તાને બીજી વખત એશિયા કપ પર કબ્જો જમાવ્યો હતો. મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની રહી હતી.
સમાચાર પત્ર ડેલી સ્ટારના જણાવ્યા પ્રમાણે, મરનાર વ્યક્તિ અજીજુલ ઈસ્લામ હતો જે એક નાનો વ્યાપારી હતો. તે પંચગર સદર ઉપજીલ્લાના જાલાશિપારા ગામનો રહેવાસી હતો.
બાંગ્લાદેશી ટીમ જેવી મેચ હારી તેના થોડા સમય બાદ જ અજીજુલને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. અજીજુલને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
પાકિસ્તાને જીત્યો એશિયા કપ, ચોધાર આંસુએ રડ્યું બાંગ્લાદેશ
આ પાંચ કારણોના લીધે ઈતિહાસ રચવાથી ચૂક્યું બાંગ્લાદેશ
દિલધડક ફાઈનલ, બાંગ્લાદેશમાં સન્નાટો, પાકિસ્તાન ચેમ્પિયન
આ બે ખેલાડીઓની વિકેટ રહી બાંગ્લાદેશ માટે ટર્નિંગ પોઈન્ટ
અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા બાંગ્લાદેશી ક્રિકેટરો, વીડિયો






