મળો ફૂટબોલની Hottest મહિલા સમર્થકોને
યૂરો કપ પૂરો થતાની સાથે જ ફૂટબોલનો ફીવર ઉતરી ગયો છે. જો કે ક્રિકેટ માટે ક્રેઝી એવા ભારત દેશના લોકો પણ ફૂટબોલના ક્રેઝથી જાણીતા છે. ફૂટબોલ વર્લ્ડકપ હોય કે પછી યૂરો કપ કે પછી કોપા અમેરિકા કપ હોય પરંતુ પ્રશંસકોને તો ઉજવણી અને આનંદ માટેનું બહાનુ જોઈતું હોય છે.
ફૂટબોલ રમાતો હોય તે દરમિયાન પ્રશંસકો વિચિત્ર કપડાઓ અને મેક અપ વડે જરા હટકે દેખાવાના પ્રયાસો કરતા હોય છે. પરંતુ કેટલાક પ્રશંસકો એવા હોય છે જેઓ પોતાના સેક્સી કપડાને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને હજારોની ભીડમાં પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેતા હોય છે.
દક્ષિણ આફ્રિકામાં 2010માં રમાયેલી ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન પેરાગ્વેની મોડલ લેરિસા રિકેલ્મે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પોતાના રાષ્ટ્રધ્વજ કલરના કપડા પહેરીને સ્ટેડિયમમાં હાજર રહેલી રિકેલ્મે તે વખતે ઘણી સમાચારમાં રહી હતી. તેમાં પણ લો કટ ટોપ અને તેમાં મોબાઈલ મૂકીને પોતાની ટીમને ચીયર કરતી તેની તસવીરો ઘણી ચર્ચામાં રહી હતી.
આવો જોઈએ ફૂટબોલની આવી કેટલીક હોટ મહિલા સમર્થકોને....






