ઈજિપ્તના પોર્ટ સઈદ શહેરમાં ફુટબોલ મેચ દરમિયાન થયેલી લોહિયાળ હિંસામાં 74 લોકોના મોત નિપજ્યા છે. બુધવારે એક મેચ દરમિયાન બે ટીમોના પ્રશંસકો બાખડી પડ્યા હતા, હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. ઈજિપ્તના ફુટબોલના ઈતિહાસની આ સૌથી લોહિયાળ ઘટના છે. મૃતકોમાં કેટલાક સુરક્ષા અધિકારીઓ પણ સામેલ છે.
તસવીરોમાં જુઓ કેવી રીતે ફૂટબોલ મેચ બની યુદ્ધભૂમિ...